ગુજરાતી સુવિચાર

 ગુજરાતી સુવિચાર 


આ સુવિચારો તમારા જીવનમાં ઘણા સારા બદલાવ આપશે:

  1. ધીરજ અને સત્યતા: આ બંને એવી વસ્તુઓ છે, જે તમને ક્યારે પણ કોઈની નજરોમાં કે કોઈના પગમાં પડવા નહીં દે. જે લોકો પરસેવાની સહી થી પોતાના નસીબ લખતા હોય છે, એમના નસીબના કાગળ કોઈ દિવસ કોરા રહેતા નથી.

  2. સત્ય: એવા લોકો માટે જ કડવું હોય છે, જે લોકો ને ખોટામાં રહેવાની ટેવ પડી ગઈ હોય છે.

  3. ધર્મ: તો આપણે ધર્મની સાથે ચાલવું એટલું જરૂરી નથી, પણ સત્યની સાથે ચાલવું ખૂબ જ જરૂરી છે.

  4. જીવનમાં ખુશ રહો: જીવનમાં ખુશ રહેવા માટે જીવનની બે જ વાસ્તવિક સંપત્તિ સમય અને શ્વાસ છે.

  5. સત્યની સાથે રહો: જો તમે સત્યની સાથે રહો તો એક દિવસ સમય તમારી સાથે જ ચાલશે.

  6. “જીવનમાં કોઈને માટે કંઈક સારું કરી રહ્યા હોઈએ, ત્યારે આપણી માટે પણ ક્યાંક કંઈક સારું થઈ રહ્યું હોય છે.”

  7. “જે ચુપ રહે છે એ મૂંગા નથી હોતા, ચૂપ રહેવું એ પણ સંસ્કારો નો ભાગ છે.”

  8. “જિંદગીમાં જીતવા માટે જીદ્ નું હોવું જરૂરી છે… હારવા માટે તો ફક્ત એક ડર જ કાફી હોય છે…”

  9. “જે લોકો પોતાની ભાવનાઓને છુપાવી શકે છે, એ લોકો દિલથી બીજાનું ધ્યાન વધારે રાખી શકતા હોય છે.”

     10. સંપતિ અને સંબંધ:
       “જીવનમાં સંપતિ ઓછી મળશે તો ચાલશે સાહેબ, બસ સંબંધ એવા મેળવો કે કોઈ એની કિંમત પણ ના              કરી શકે!”
        આ સુવિચાર મને મદદ કરે છે કે સંપતિ મહત્વપૂર્ણ છે, પરંતુ સંબંધો અને સાથીની મહત્વપૂર્ણ છે. સંપતિ              મળવી જવું જરૂરી છે, પરંતુ સંબંધોને સાથે રાખવું અત્યંત મહત્વપૂર્ણ છે.

    11. સમય અને શ્વાસ:
       “નાની એવી જિંદગી છે, કોને કોને ખુશ રાખવા સાહેબ, જો દીવો પ્રગટાવીએ છીએ તો, અંધકાર ખોટું               માની જાય છે!”
       જીવનમાં સમયનું મહત્વ છે. સમયને સાવધાનીથી વાપરવું અને સાથેની મજબૂત સંબંધો બનાવવું                       મહત્વપૂર્ણ છે.

    12. સમયની જ વાત છે, સારું ન હોય તો ધીરજ રાખો, સારું હોય તો ઉપકાર કરો.”

    13. “જીવનમાં ક્યારેય કોઈની સાથે તમારી તુલના ન કરો, તમે જે રીતે છો તે રીતે તમે શ્રેષ્ઠ છો.”

   14. “તમારો પ્રયાસ તમને સફળ બનાવે છે, તેથી ક્યારેય પ્રયાસ કરવાનું બંધ ન કરો.”

   15. સફળતાના માર્ગમાં અવરોધો આવે છે આ કોણ નથી જાણતું, છતાં તે ગંતવ્ય સુધી પહોંચે છે જે હાર નથી            માનતું

No comments:

Post a Comment